gangaDoshi - Children Poem | RekhtaGujarati

ગંગાડોશી

gangaDoshi

નિર્મળ ઓઝા નિર્મળ ઓઝા
ગંગાડોશી
નિર્મળ ઓઝા

નાની શી ઝૂંપડીમાં ગંગાડોશી રહેતાં’તાં

સવારમાં ઊઠીને ડોશી રામ નામ લેતાં’તાં–નાની.

કચરો કાઢીને ઝૂંપડી સાફસુફ કરતાં’તાં

નાઈ ધોઈને ડોશી પાણીડાં ભરતાં’તાં–નાની.

આંગણે ગુલાબ ને મોગરો ઝૂલતાં’તાં

પૂજા કાજે ડોશી ફૂલડાં વીણતાં’તાં–નાની.

રોટલો ને દાળશાક કરતાં’તાં

જમી કરીને ડોશી બેઘડી ઊંઘતાં’તાં–નાની.

બપોરે ગામનાં દળણાં દળતાં’તાં

દળીદળીને ડોશી પેટ ભરતાં’તાં–નાની.

સાંજરે ગામનાં છોકરાં આવતાં’તાં

ગંગામા તેમને વારતા કહેતાં’તાં

એક હતો ચકો, એક હતી ચકી

ચકો લાવ્યો ચોખાનો દાણો,

ચકી લાવી મગનો દાણો

તેની રાંધી ખીચડી–નાની.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ