ganapati bapa - Children Poem | RekhtaGujarati

ગણપતિ બાપા

ganapati bapa

દેશળજી પરમાર દેશળજી પરમાર
ગણપતિ બાપા
દેશળજી પરમાર

બાપા ભોળિયા હો લાલ.

બાબા હળવે હળવે હાલે

બાપા લાંબી સૂંઢ હલાવે

બાપા ભોળિયા હો લાલ.

બાપા સો મણ લાડુ ખાયે

બાપા તોય કદી ધરાયે

બાપા ભોળિયા હો લાલ.

બાપા બની ગયા દુંદાળા

બાપા બેઠા રહે રઢિયાળા

બાપા ભોળિયા હો લાલ.

બાપા ઉંદરના અસવાર

બાપા દુઃખ દળદર હરનાર

બાપા ભોળિયા હો લાલ.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ