nam shun tarun? - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નામ શું તારું?

nam shun tarun?

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
નામ શું તારું?
ઉમાશંકર જોશી

નામ શું તારું?

અંજુમંજુ નીનામીના રુચિરશિશિર રાહુલમેહુલ

કેરુલ મારું નામ.

ગામ શું તારું?

અલકાપુરી મલકાપુરી રૂપનગરિયા રંગનગરિયા

દુનિયા આખી દુનિયા મારું ગામ.

કામ શું તારું?

કુદંકુદા દોડમદોડી પકડાપકડી કુસ્તીમસ્તી ધમ્માચકડી

ગાવુંરમવું રમવુંગાવું એસ્તો મારું કામ.

ધામ શું તારું?

ગમ્મતવાડી રમ્મતવાડી ગીતવાડી પ્રીતવાડી

આનંદ બસ આનંદ બસ આનંદ મારું ધામ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982