ઓ રે સૂરજમુખી, ઓ સૂરજમુખી!
તારું જીવન છે કેવું સુખી?
ઊગી ઉષા તણાં
લે તું ઓવારણું;
વેરે પરાગ તું ઝૂકી ઝૂકી,
તારું જીવન છે કેવું સુખી?
મારે આંગણિયે,
સોના – દાંડલિયે;
નાનેરું નાચે લજ્જા મૂકી,
તારું જીવન છે કેવું સુખી?
પાંખડીઓ તાહરી
છોને જતી ખરી;
મારે હૈયે તારી મૂર્તિ લખી,
તારું જીવન છે કેવું સુખી?
o re surajmukhi, o surajmukhi!
tarun jiwan chhe kewun sukhi?
ugi usha tanan
le tun owarnun;
were prag tun jhuki jhuki,
tarun jiwan chhe kewun sukhi?
mare anganiye,
sona – danDaliye;
nanerun nache lajja muki,
tarun jiwan chhe kewun sukhi?
pankhDio tahri
chhone jati khari;
mare haiye tari murti lakhi,
tarun jiwan chhe kewun sukhi?
o re surajmukhi, o surajmukhi!
tarun jiwan chhe kewun sukhi?
ugi usha tanan
le tun owarnun;
were prag tun jhuki jhuki,
tarun jiwan chhe kewun sukhi?
mare anganiye,
sona – danDaliye;
nanerun nache lajja muki,
tarun jiwan chhe kewun sukhi?
pankhDio tahri
chhone jati khari;
mare haiye tari murti lakhi,
tarun jiwan chhe kewun sukhi?
સ્રોત
- પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 18)
- સંપાદક : ભાનુભાઈ પંડ્યા
- પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
- વર્ષ : 1945