jadugar - Children Poem | RekhtaGujarati

એક જાદુગર એવો, જાદુગર એવો

એણે ખેલ બનાવ્યો કેવો!–એક....

જેણે વિધવિધરંગી ફૂલ કર્યાં

એની પાંખડિયોમાં પ્રાણ પૂર્યા

એણે ચાંદો બનાવ્યો કેવો!–એક....

જેણે રૂપાળી રજની કીધી,

જેણે દૂધભરી દુનિયા દીધી,

એણે મોર બનાવ્યો કેવો!–એક....

એના ટહુકા તો સૌને ગમતા,

એના રંગ દેખી બાળક રમતાં,

એનો ખેલ ખૂટે એવો!–એક....

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982