gol gol - Children Poem | RekhtaGujarati

અમે ગોળ ગોળ ફરીએ

અમે તાળી દઈને રમીએ.

બાગ બગીચે ફરવા જઈએ

ફૂલ ખીલેલાં સોધી લઈએ.

હાં અમે ફૂલડાં સાથે ફરીએ

અમે ગોળ ગોળ ફરીએ.

દરિયા કિનારે ફરવા જઈએ

પાણી દેખી નહાવા પડીએ

હાં અમે સરસર સરસર તરીએ

અમે ગોળ ગોળ ફરીએ

ચાંદની રાતે રમતો રમીએ

ફેર કુદરડી ખૂબજ ફરીએ

હાં અમે ફરફર ફરફર ફરીએ

અમે ગોળ ગોળ ફરીએ.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ