એક વાર
ek var
નીતા રામૈયા
Nita Ramaiya
એક વાર કાગડો
કાળા રંગમાં ભીંજાણો,
પછી એવો તો ખીજાણો
કે ત્યારથી એ કરે છે કા...કા. કા...કા...
એક વાર પોપટ
લીલા ખેતરમાં આળોટ્યો,
પછી એવો તો હરખાયો
કે ત્યારથી એ બોલે છે મી...ઠુ...મી...ઠુ...
એક વાર કોયલ
વસંત ઋતુમાં જન્મી,
પછી એવી તો ખીલી
કે ત્યારથી એ ગૂંજે છે કુ...હૂ. કુ...હૂ...
એક વાર કાબર
સૂકા ઝડિયામાં ભરાણી,
પછી એવી તો ઘવાણી
કે ત્યારથી એ બોલ્યા કરે ચીબરિક...ચીબરિક...
એક વાર ખિસકોલી
ઉંદરના દરમાં ઘૂસી ગઈ,
પછી એવી તો બો ગઈ
કે ત્યારથી એ કર્યા કરે ટુરુક ટુરુક... ટુરુક ટુરુક...
સ્રોત
- પુસ્તક : ધમાચકડી (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : નીતા રામૈયા
- પ્રકાશક : કિશોરીલાલ રામૈયા
- વર્ષ : 1986