એક બિલાડી જાડી
ek bilaadii jaadii
ચંદ્રવદન મહેતા
Chandravadan Mehta

એક બિલાડી જાડી
એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં એ ફરવા ગઈ
તળાવમાં તો મગ્ગર
બિલ્લીને આવ્યાં ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગ્ગરના મોંમાં આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઈ ગયો!



સ્રોત
- પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 123)
- સંપાદક : પ્રવીણચન્દ્ર દવે
- પ્રકાશક : લલિતા દવે
- વર્ષ : 2007
- આવૃત્તિ : દસમું પુનઃર્મુદ્રણ