awyun diwalinun tanun, - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવ્યું દિવાળીનું ટાણું,

awyun diwalinun tanun,

જયંતિલાલ શાહ જયંતિલાલ શાહ
આવ્યું દિવાળીનું ટાણું,
જયંતિલાલ શાહ

આવ્યું દિવાળીનું ટાણું,

હો ભાઈબંધ! આવ્યું દિવાળીનું ટાણું;

ગા ને આનંદનું ગાણું,

હો ભાઈબંધ! આવ્યું દિવાળીનું ટાણું.

ખાવાની મોજ રોજ આવે છે ઑર કંઈ,

મળે છે નિત નવું ખાણું;

હો ભાઈબંધ! આવ્યું સોનેરી ટાણું.

દારૂખાનું રોજ દાદાજી લાવતા,

રાતે ત્યાં નાખીએ થાણું;

હો ભાઈબંધ! ગાતાં ફટાકડા-ગાણું.

બેનીએ હોંશભેર આંગણિયાં લીપિયાં,

લેવાને લાખેણું લ્હાણું;

હો ભાઈબંધ! આવ્યું રંગોળીનું ટાણું.

પૂરેલા સાથિયામાં પગલી પાડું તો

બેનીનું મોઢું કટાણું;

હો ભાઈબંધ! એમાં યે દિવાળી માણું!

સ્રોત

  • પુસ્તક : ગીતરાણી (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સંપાદક : ભાનુભાઈ પંડ્યા
  • પ્રકાશક : ઘરશાળા પ્રકાશનમંદિર
  • વર્ષ : 1945