dithi tame? - Children Poem | RekhtaGujarati

દીઠી તમે?

dithi tame?

વસંત નાયક વસંત નાયક
દીઠી તમે?
વસંત નાયક

દીઠી તમે? દીઠી તમે?

હોડલી હોડલી, કાગળની હોડલી

સરસર જાય, પેલા સાગરની માંય

–દીઠી તમે.

ઘોડલી ઘોડલી, લાકડાની ઘોડલી

દડબડ દે દોટ, કુદે કોટ, મૂકે દોટ

–દીઠી તમે.

ગાડલી ગાડલી, સાંઠાની ગાડલી

રૂમઝૂમતી જાય, સીમ સીમાડા માંય

–દીઠી તમે.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 18)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ