dhamachakarDi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધમાચકરડી

dhamachakarDi

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
ધમાચકરડી
કરસનદાસ લુહાર

ટીની, ટીકુ, મોતીભાઈ

ધમાચકરડી કરતાં કાંઈ!

ત્યાંથી અહીંયા અહીંથી ક્યાંય

દોડાદોડી કરતા જાય,

ખુલ્લું પુસ્તક વચ્ચે પેન

ટીની, ટીકુ કરતાં ચેન!

ત્યાં તો આવ્યાં, બિલ્લીબાઈ!

બાપ્પો! બાપ્પો! ભાઈ! ભાઈ!

સરખે સરખાં ચારે

ઘરમાં ધમાલ ભારે

કબાટ કેરો ફોડ્યો કાચ

પપ્પા આવ્યા સાચેસાચ!

બિલ્લીબાઈ નાઠાં જાય

ટીની, ટીકુ, ક્યાં સંતાય?

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982