nishan bhumi bharatanun - Children Poem | RekhtaGujarati

નિશાન ભૂમિ ભારતનું

nishan bhumi bharatanun

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
નિશાન ભૂમિ ભારતનું
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ

નહિ નમશે, નહિ નમશે

નિશાન ભૂમિ ભારતનું.

ભારતની ધર્મધજાનું.

સાચવશું સન્માન....ભૂમિ.

ઐક્ય તણો અમરપટો

છે મુક્તિનું વરદાન....ભૂમિ.

ભારતમાતાના મંદિર પર

શાંતિનું એંધાણ....ભૂમિ.

ચક્ર સુદર્શન-અંકિત તો

હિન્દી જનના પ્રાણ....ભૂમિ.

અચળ અમારે આંગણ તો

સ્વરાજ્યનું મંડાણ....ભૂમિ.

સાચા હિંદી–સૂરાઓનું

છે વિજયસુકાન....ભૂમિ.

નહિ નમશે, નહિ નમશે

નિશાન ભૂમિ ભારતનું....ભૂમિ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982