છુક છુક ગાડી
chhuk chhuk gaadii
અવિનાશ વ્યાસ
Avinash Vyas

પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
છુક છુક છુક છુક.
જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોચા ડુંગર ફાડી-
વાંકીચૂકી, ઊભી, આડી,
છુક છુક છુક છુક.
મુંબઈ આવે, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઈ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી...



સ્રોત
- પુસ્તક : અમી સ્પંદન (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : પ્રવીણચન્દ્ર દવે
- પ્રકાશક : લલિતા દવે
- વર્ષ : 2007
- આવૃત્તિ : દસમું પુનઃમુદ્રણ