chaptii vagaadtaan aavdii gaii - Children Poem | RekhtaGujarati

ચપટી વગાડતાં આવડી ગઈ…

chaptii vagaadtaan aavdii gaii

રમેશ પારેખ રમેશ પારેખ
ચપટી વગાડતાં આવડી ગઈ…
રમેશ પારેખ

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ…

મારી ચપટી વાગે છે પટ્ટ પટ્ટ પટ્ટ,

જાણે ફૂટે બંદૂકડી ફટ્ટ ફટ્ટ ફટ્ટ,

પેલી બિલ્લી ભાગે છે ઝટ્ટ ઝટ્ટ ઝટ્ટ,

બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ…

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,

હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,

મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ,

બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ…

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ…

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી બાળકાવ્યોની સપ્તધારા (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2024