chandamama - Children Poem | RekhtaGujarati

આવો આવો છોકરાં ચાંદામામા બોલાવે છે!

મામા તો બોલાવે છે ને તારા રમવા લાવે છે!

ચાલો ચાલો જઈએ ભેળાં

મામાને ઘેર છે ઘી-કેળાં,

મામા કેરા રાજમાં તો છોકરાંને લહેર છે!

છોકરાં ને લહેર છે ને આજે મામા ઘેર છે!

મામા તો રાજી રાજી છે,

ખાવા ખીર તાજી તાજી છે,

ખીર તો ખાવા દેશે ને દેશે તારલિયા રમવા!

મામા કહેશે જાવ છોકરાં આકાશે માંડો ભમવા!

ભમશું આપણે તો આકાશે,

રમશું તારલિયાની સાથે,

આજ પૂનમનો દિન છે ને અજવાળી તો રાત છે!

અજવાળી તો રાત છે ને તારાનો સંગાથ છે!

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ