be’na ane chando - Children Poem | RekhtaGujarati

બે’ન અને ચાંદો

be’na ane chando

સુન્દરમ્ સુન્દરમ્
બે’ન અને ચાંદો
સુન્દરમ્

બે’ન બેઠી ગોખમાં,

ચાંદો આવ્યો ચોકમાં.

બે’ન લાવી પાથરણું,

ચાંદો લાવ્યો ચાંદરણું.

પાથરણા પર ચાંદરણું,

ને ચાંદરણા પર પારણું.

ચાંદો બેઠો પારણે,

બે’ન બેઠી બારણે.

બે’ને ગાયા હાલા,

ચાંદાને લાગ્યા વા’લા.

બે’નનો હાલો પૂરો થયો,

ચાંદો રમતાં ઊંઘી ગયો.

બે’નના હાલા ચાંદે લીધા,

બે’નને તારા રમવા દીધા.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982