chalo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાલોને દોસ્ત સૌ ઘૂમવાને,

ઘૂમવાને વન ભમવાને–ચાલોને.

રે’શું ને સૂશું ઝાડોના ઝુંડમાં,

ના’શુ ને ધોશું ઝરણા ને કુંડમાં;

ખાટાં મીઠાં ફળ જમવાને–ચાલોને.

હરણાં ને સસલાં શુ જો’શું દોટ દેવા,

વગડામાં વાઘ સિંહ જો’શું છે કેવા;

પંખીની સાથ વળી રમવાને–ચાલોને.

લાંબા લાંભા શું ભરશું સૌ ઠેકડા,

ચઢશું ઓળંગશું ખાડા ને ટેકરા;

સંકટ પડે તોય ખમવાને–ચાલોને.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978