‘કાલે રજા છે, ગઈ છુંય થાકી,
વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી,
તારી હથેલી અહીં લાવ, સાચું
હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.
કેવી પડી છે તુજ હસ્તરેખા!
જાણે શું લાખે નવ હોય લેખાં!
પૈસા પૂછે છે? ધનની ન ખામી,
જાણે અહોહો! તું કુબેરસ્વામી!
છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં,
જાણે પુરાયા ફૂટતી કળીમાં,
છે મત્સ્ય ઊંચો, જવચિહ્વ ખાસ્સાં,
ને રાજવી લક્ષણ ભાઈનાં શાં!
વિદ્યા ઘણી છે મુજ વીરલાને,
ને કીર્તિ એવી કુળહીરલાને!
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ,
ચિંતા કંઈ રોગ તણી તું ટાળ.
ને હોય ના વાહનખોટ ડે’લે,
બંધાય ઘોડા વળી ત્યાં તબેલે,
ડોલે સદા યે તુજ દ્ધાર હાથી,
લે બોલ જોઉં, વધુ કાંઈ આથી?
જો ભાઈ, તારે વળી એક બ્હેન,
ચોરે પચાવે તુજ પાટીપેન,
તારું લખે એ ઉજમાળું ભાવિ.
જાણે વિધાત્રી થઈ હોય આવી!
મારે ય તારે કદી ના વિરોધ
રેખા વહે છે તુજ હેતધોઘ,
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં,
ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.
ડોસો થશે, જીવન દીર્ઘ તારું,
ખોટી ઠરું તો મુજ મુક્કી હારું,
આથી જરાયે કહું ના વધારે,
કહેતાં રખે તું મુજને વિસારે!
‘જોજે, કહ્યું તે સહુ સાચું થાય,
ઈલા! પછી તો નહિ હર્ષ માય,
પેંડા પતાસાં ભરી પેટ ખાજે,
ને આજ જેવી કવિતા તું ગાજે!’
‘kale raja chhe, gai chhunya thaki,
wanchish whela sahu path baki,
tari hatheli ahin law, sachun
hun bhai, aaje tuj bhagya wanchun
kewi paDi chhe tuj hastarekha!
jane shun lakhe naw hoy lekhan!
paisa puchhe chhe? dhanni na khami,
jane ahoho! tun kuberaswami!
chhe chakrchihno tuj anguliman,
jane puraya phutti kaliman,
chhe matsya uncho, jawchihw khassan,
ne rajawi lakshan bhainan shan!
widya ghani chhe muj wirlane,
ne kirti ewi kulhirlane!
ayushyrekha ati shuddh bhaal,
chinta kani rog tani tun tal
ne hoy na wahankhot De’le,
bandhay ghoDa wali tyan tabele,
Dole sada ye tuj ddhaar hathi,
le bol joun, wadhu kani athi?
jo bhai, tare wali ek bhen,
chore pachawe tuj patipen,
tarun lakhe e ujmalun bhawi
jane widhatri thai hoy awi!
mare ya tare kadi na wirodh
rekha wahe chhe tuj hetdhogh,
e hetna dhodh mahin hun nhaun,
chanda jhaboli harkhe hun khaun
Doso thashe, jiwan deergh tarun,
khoti tharun to muj mukki harun,
athi jaraye kahun na wadhare,
kahetan rakhe tun mujne wisare!
‘joje, kahyun te sahu sachun thay,
ila! pachhi to nahi harsh may,
penDa patasan bhari pet khaje,
ne aaj jewi kawita tun gaje!’
‘kale raja chhe, gai chhunya thaki,
wanchish whela sahu path baki,
tari hatheli ahin law, sachun
hun bhai, aaje tuj bhagya wanchun
kewi paDi chhe tuj hastarekha!
jane shun lakhe naw hoy lekhan!
paisa puchhe chhe? dhanni na khami,
jane ahoho! tun kuberaswami!
chhe chakrchihno tuj anguliman,
jane puraya phutti kaliman,
chhe matsya uncho, jawchihw khassan,
ne rajawi lakshan bhainan shan!
widya ghani chhe muj wirlane,
ne kirti ewi kulhirlane!
ayushyrekha ati shuddh bhaal,
chinta kani rog tani tun tal
ne hoy na wahankhot De’le,
bandhay ghoDa wali tyan tabele,
Dole sada ye tuj ddhaar hathi,
le bol joun, wadhu kani athi?
jo bhai, tare wali ek bhen,
chore pachawe tuj patipen,
tarun lakhe e ujmalun bhawi
jane widhatri thai hoy awi!
mare ya tare kadi na wirodh
rekha wahe chhe tuj hetdhogh,
e hetna dhodh mahin hun nhaun,
chanda jhaboli harkhe hun khaun
Doso thashe, jiwan deergh tarun,
khoti tharun to muj mukki harun,
athi jaraye kahun na wadhare,
kahetan rakhe tun mujne wisare!
‘joje, kahyun te sahu sachun thay,
ila! pachhi to nahi harsh may,
penDa patasan bhari pet khaje,
ne aaj jewi kawita tun gaje!’
સ્રોત
- પુસ્તક : ચઢો રે શિખર રાજા રામનાં (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચિનુ મોદી
- પ્રકાશક : રૂપાલી પ્રકાશન
- વર્ષ : 1975