golni gangDi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગોળની ગાંગડી

golni gangDi

નારાયણ તપોધન નારાયણ તપોધન
ગોળની ગાંગડી
નારાયણ તપોધન

ગળ્યા ગળ્યા ગોળની

ગળી ગળી ગાંગડી.

ગળ્યો ગળ્યો ગોળ ગમ્યો

લાડકાંને લહેર પડી.

ગળી ગળી ગાંગડી....ગળ્યા.

ટાબરિયાં ટોળી મળી

દાદાજીને ઘેરી વળી

દાદાજી અમને દો

ગળી ગળી ગાંગડી....ગળ્યા.

ભાઈને બહુ ભાવતો

બહેનને બોલાવતો :

દોડ દોડ દાદા દે

ગળી ગળી ગાંગડી....ગળ્યા.

મોંમાં મમળાવતાં

ધીમાં પીગળાવતાં

જીભે ચગળાવતાં

ગળી ગળી ગાંગડી....ગળ્યા.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982