balak - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દરિયાનાં મોજાં પર મૂકી છે દોટ,

અમે બાળક તો દરિયાનાં મોજાં;

વાદળને મ્હેલ રમ્યાં વાદળને કોટ,

અમે બાળક સૌ વાદળનાં ફોરાં.

ફૂલો મલકે છે વહેલી સવાર,

અમે ફૂલોનાં ભેરુઓ ભોળાં;

ઝળકે છે રોજ રોજ તારા-વણઝાર,

અમે એનાં યે ફરફરતાં છોગાં.

ઘરઘરમાં સીમસીમ ઊઠે કલ્લોલ,

અમે બાળક તો કલરવનાં મોજાં;

દેવોનાં હૈયાંની કૂણેરી કોર,

અમે બાળક સૌ અમરતનાં ફોરાં

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982