bakrio - Children Poem | RekhtaGujarati

નાની નાની બકરીઓ-

હરણાં જેવી બકરીઓ,

ભૂમિ જેવી ભૂખરીઓ.

નાની નાની બકરીઓ.

ચારે છે બે છોકરીઓ,

માથે ઓઢી છે છતરીઓ,

નાની નાની બકરીઓ.

ગળે વાગે છે ટોકરીઓ,

ટેકરી ચડે છે બકરીઓ.

નાની નાની બકરીઓ.

લીલી લીલી છે ટેકરીઓ,

ઢોળાવ ઊતરે છે બકરીઓ.

નાની નાની બકરીઓ.

ઝરણાં કૂદે છે બકરીઓ,

તરણાં ચરે છે બકરીઓ.

નાની નાની બકરીઓ.

સ્રોત

  • પુસ્તક : તલકછાયા (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : ગભરુ ભડિયાદરા
  • પ્રકાશક : પોતે