babagaDi - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ચાલે મારી બાબાગાડી,

કેવી મઝાની જોને ગાડી!

શેરીએ ઘૂમે બાબાગાડી,

જોરથી જેવી સીટી વગાડી–

ચાલવા લાગી બાબાગાડી!

કેવી મઝાની બાબાગાડી

બચુડીને બા! રમવા મેલો,

લાગવા નઈ દઉં જરાય હેલો,

બતાવું બાબાગાડી-ખેલો

એવી મઝાની બાબાગાડી!

ખટખટ કરતી બાબાગાડી,

ઓળંગે પૂલ, નદી ને ખાડી,

વચમાં લીલીછમ વન-ઝાડી.

કેવી મઝાની બાબાગાડી!

બારે બા! મારી બાબાગાડી

ભગાભાની ભેંસ ભગાડી–

ભાથીડે સીટી વગાડી,

બાહ મઝાની બાબાગાડી!

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982