tammarno bharo - Children Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમ્મરનો ભારો

tammarno bharo

બચુભાઈ કામ્બડ બચુભાઈ કામ્બડ
તમ્મરનો ભારો
બચુભાઈ કામ્બડ

લ્યો, લ્યો, તમ્મરના લાકડાનો ભારે

તમ્મરનો ભારો, તમ્મરનો!

વહેલાં ઊઠીને દરિયે રે જઈએ,

ગોઠણ સુધી ગારામાં પડીએ,

તોયે આવતો આરો!

તમ્મરનો ભારો, તમ્મરનો ભારો!

–લ્યો.

હાથમાં કુહાડી ને માથે રે પોટલાં

ભાતામાં મરચાં ને ટાઢા રે રોટલા,

બપ્પોરે ખાવાનો વારો!

તમ્મરનો ભારો, તમ્મરનો ભારો!

–લ્યો.

જેમ તેમ ઝટપટ કાપીકૂપીને,

તમ્મરનાં લાકડાં ભેળાં કરીને,

સીંદરીએ બાંધીએ ભારો!

તમ્મરનો ભારો, તમ્મરનો ભારો!

–લ્યો.

સાંજ પડે ત્યારે ઘર ભેળાં થઈએ,

થાકી થાકી ને પોઢી રે જઈએ,

બીજે દિ’ વેચવાનો વારો!

તમ્મરનો ભારો, તમ્મરનો ભારો!

–લ્યો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ