pasha patel - Children Poem | RekhtaGujarati

પશા પટેલ

pasha patel

નિર્મળ ઓઝા નિર્મળ ઓઝા
પશા પટેલ
નિર્મળ ઓઝા

પશા પટેલના ખેતરમાં તો, ખેતરમાં તો

મજા મજા ભાઈ મજા મજા–પશા.

છાણનું તો ખાતર નાખ્યું

હળથી તો ખેતર ખેડ્યું

સારા સારા દાણા વાવ્યા

મજા મજા ભાઈ મજા મજા–પશા.

ઝરમર ઝરમર મેહુલો આવશે

ખેતર આખું લીલુંછમ થાશે

મોતી મૂઠશાં ડૂંડાં ફૂટશે

મજા મજા ભાઈ મજા મજા–પશા.

દાણા ખાવા પંખી આવશે

ચકલી આવશે ચીંચીં કરશે

કાગડો આવશે કાકા કરશે

ચાડિયો મોટા ડોળા બતાવશે

મજા મજા ભાઈ મજા મજા–પશા.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ