koine na alun ! - Children Poem | RekhtaGujarati

કોઈને ના આલું...!

koine na alun !

કનૈયાલાલ જોશી કનૈયાલાલ જોશી
કોઈને ના આલું...!
કનૈયાલાલ જોશી

કોઈને ના આલું....! કોઈને ના આલું....!

મારા ગજવામાં ગાણું છાનું છાનું....!

પંખાળો ઘોડલો રે મોકલ્યો સોના પરીએ;

ઊડણ ખટોલો રે મોકલ્યો રૂપા પરીએ;

મારે ઊડવાને આભલું નાનું નાનું....!

મારા ગજવામાં ગાણું છાનું છાનું....!

–કોઈને ના આલું.....(૧)

સોનેરી ઝભલું રે મોકલ્યું દાદા સૂરજે;

રૂપાળું છોગલું રે મોકલ્યું મામા ચંદરે;

મારે જોવું દર્પણ નાનું નાનું....!

મારા ગજવામાં ગાણું છાનું છાનું....!

–કોઈને ના આલું....(ર)

ગેડી સોનાની રે મોકલી રાજાના કુંવરે;

દડી રૂપાની રે મોકલી રાજાની રાણીએ;

મારે રમવાને આંગણું નાનું નાનું....!

મારા ગજવામાં ગાણું છાનું છાનું....!

–કોઈને ના આલું....(૪)

ઝમક ઝાંઝરી રે મોકલી ગોપી રાધાએ;

મધુર વાંસળી રે મોકલી ગોવાળ કાનુડે;

મારે થનગનવા મધુવન નાનું નાનું....!

મારા ગજવામાં ગાણું છાનું છાનું....!

–કોઈને ના આલું....(4)

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982