shakwali - Children Poem | RekhtaGujarati

લઈ લ્યો તાજી ભાજી લાવી, લઈ લ્યો તાજી ભાજી.

શાકવાળી આવી લાવી, લઈ લ્યો તાજી ભાજી.

રૂપિયે બશેર ભાજી, લઈ લ્યો તાજી ભાજી.

સૂરતી રતાળુ લાવી

લાવી સૂરતી પાપડી

મુંબઈનાં પંડોળાં લાવી, લઈ લ્યો તાજી ભાજી.

મૂળા લાવી મારવાડના

પરવળ લાવી વડોદરાના

ભરૂચના હું ભીંડા લાવી, લઈ લ્યો તાજી ભાજી.

બબલા માટે બોર લાવી ખાસ અમદાવાદથી,

તડબૂચ, ટેટી લાવી, હું તો લઈ લ્યો તાજી ભાજી.

ગવારફળી લાવી હું તો ફળીએ ફળીએ વેચવા,

ટામેટાં ટીંડોરા લાવી, લઈ લ્યો તાજી ભાજી.

દૂધી, તૂરિયાં, કાકડી, કડવા લાવી કારેલાં,

ચાલો બહેનો રીંગણાં લાવી, લઈ લ્યો તાજી ભાજી.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 62)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1988
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ