કારેલાની કિટ્ટા, બટાકાની બુચ્ચા
karelaanaa kiitta, bataakaanii buchchaa
ઉદયન ઠક્કર
Udayan Thakkar
ખમીસમાં ચટાપટા પપ્પા, હું તો વાઘ
જીવ હોય વહાલો તો અહીંયાંથી ભાગ!
ત્રણ મારા ખાસ દોસ્ત : રામ, નટુ, રિંગો
તમારે થવું છે મારા ભાઈબંધ? ડિંગો!
મમ્મી પૂછે, જોઈએ કે તાજોતાજો નાસ્તો?
હરખાઈને હું બોલું, હાજી, હાજી, હાસ્તો!
ચારેબાજુ ચપોચપ ચોપડાનો થપ્પો
કાં તો હશે છાપાંવાળો, કાં તો મારો પપ્પો!
કોઈ શાક ભલાં-ભોળાં, કોઈ શાક લુચ્ચાં...
કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા!
સ્રોત
- પુસ્તક : હાક છીં હિપ્પો (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : ઉદયન ઠક્કર
- પ્રકાશક : અશોક પ્રકાશન મંદિર
- વર્ષ : 2013