deDakji Darau - Children Poem | RekhtaGujarati

દેડકજી ડરાઉ

deDakji Darau

મકરંદ દવે મકરંદ દવે
દેડકજી ડરાઉ
મકરંદ દવે

દેડકજી તો ડરાઉં ડરાઉં કહી કહી ડરાવે

પોતે તો પણ જોખમ દેખી ક્યાંય, આગળ આવે.

દેડકજીના રાજમાં આવ્યો એવો એક હુકમ,

દેડકાએ સહુ બંદૂક લઈને કરવી કૂચકદમ!

હુકમ સાંભળી દેડકાજીનું મગજ ધમાધમ,

ઉપરથી તો રોફ કરે પણ અંદર ઢીલાઢમ!

મને શું થઈ ગયું રે! આંખે આવી ઝાંખ,

ડગુમગુ ચાલતાં કહે દેડકજી તો રાંક.

ડાક્ટર પાસે જઈ કરાવો બરાબર તપાસ,

હુકમ સાંભળી દેડકજીના અદ્ધર ચડ્યા શ્વાસ.

કાચીંડાભાઈ ડાક્ટરે તો આંખ તપાસી જોઈ,

દેડકજીની આંખ ફૂલી ગઈ અમથાં અમથાં રોઈ.

કને બદલે વાંચે ને પાંચને બદલે દસ,

દેડકજીને જોઈને ત્યાં તો ચાલી હસાહસ.

પળે ત્યાં નાનકું એવું જીવડું આવ્યું ઊડી,

દેડકજીને આંખ પહોળી ચમકી ઊઠી રૂડી.

કૂદકો મારી જીભ ફેલાવી જીવડું પકડી લીધું,

ઝાંખપ આને ક્યાંય નથી ભઈ, ડાક્ટરે કહી દીધુ.

દેડકજીને બંદૂક ઝાલી કરવી પડી કૂચ.

હવે રોફ કરે તે બીજા, હવે નીચી મૂછ.

સ્રોત

  • પુસ્તક : મઘમઘાટ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : કનૈયાલાલ જોશી, કાન્તિ કડિયા
  • પ્રકાશક : હાર્દિક પ્રકાશન
  • વર્ષ : 1982