રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
એ કોણ?
a kon?
ચંદ્રકાન્ત મ. ઓઝા
Chandrakant M. Oza
એ કોણ? સદ્ભાગી પ્રચંડપાણિ,
જેને સુધા નેત્રદ્વયે સમાણી;
એ કોણ? એ બોલે સુમધુર વાણી,
એ કોણ? એ ગુર્જરીનો કુમાર.
લાલી મુખે, યૌવનગૌર કાયા,
હૈયે ભર્યા ચેતનના ફુવારા :
સત્કાર્ય જેનાં કરતાં ઝગારા,
એ કોણ? એ ગુર્જરીનો કુમાર.
મહાબલી, નમ્ર, દયાર્દ્ર દીઠો,
ને પુત્ર વાગીશ્વરીનો પનોતો;
લાગે સહુને શીલપૂર્ણ મીઠો,
એ કોણ? એ ગુર્જરીનો કુમાર.
આ કોણ? માતૃભૂમિનો સિપાહી,
રહ્યો સ્વેદેશોદયને જ ચાહી;
માતા તણા દૂધ દીપાવનાર,
એ કોણ? એ ગુર્જરીનો કુમાર.
(અંક ૪૮)
સ્રોત
- પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 20)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1991