waja - Children Poem | RekhtaGujarati

વાગે વરઘોડાનાં વાજાં

ચાલો જોવાને જઈએ!

સૂરીલી શરણાઈ બોલે

જાણે કોયલ કૂકે;

ઢબક ધ્રીબાંગ, ઢબક ધ્રીબાંગ,

ઢોલ જુઓ ઢબૂકે;

ચાલો જોવાને જઈએ!

પડઘમ ને રમઢોલ સાથે

કડકડ, કડકડ ધોમ;

મીઠા મીઠા પાવા એના

પીપી, પીપી, પોમ;

ચાલો જોવાને જઈએ!

નગારચીની નોબત ગગડે

કડાંગ ધીનકટ ધા,

સૂર ઊંચા સંભળાયે એના

પિપૂડીના તીખા;

ચાલો જોવાને જઈએ.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ