aapo aapo - Children Poem | RekhtaGujarati

આપો આપો બે સુંદર પાંખ મને, પાંખ મને!

મારે પંખી ભમે તેમ ભમવું છે,

વન વાડી બગીચે રમવું છે–આપો.

મારે ઊંચેરા આભમાં ઊડવું છે,

પેલા તારા રમે તેમ રમવું છે–આપો.

પેલા ઝાડોની કુંજમાં છૂપવું છે,

મારે પંખીનું ગીતડું ગાવું છે!–આપો.

હાથ ચાંદા સૂરજને ધરવા છે,

મારે દીવા ગગનના ગણવા છે!–આપો.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ