taraliya bolawe - Children Poem | RekhtaGujarati

તારલિયા બોલાવે

taraliya bolawe

પિનાકિન ત્રિવેદી પિનાકિન ત્રિવેદી
તારલિયા બોલાવે
પિનાકિન ત્રિવેદી

પેલા પેલા ચમક ચમક ચમકંતા તારલિયા બોલાવે

હો મને તારલિયા બોલાવે.

નાનું મારું આંગણ લીલુંછમ

વહાલું વહાલું લાગે હરદમ

નિત્ય રમું હું જ્યાં, કેમ કરી છોડાય–હો મને.

આભને ત્યાં સાંજ પડે કે

એકે એકે એકે તારા, આવે આવે આવે

મને તેડવાને આવે.

ચૂપકીથી અંધારે છટકી જાઉં

બા તો ઊંઘે કેમ કરી પકડાઉં

સવાર પડતામાં, બાની પાસ અવાય

હો મને તારલિયા બોલાવે.

સ્રોત

  • પુસ્તક : બાળગીતો- 2 (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : સોમાભાઈ ભાવસાર
  • પ્રકાશક : સંસ્કાર સાહિત્ય મંદિર
  • વર્ષ : 1978
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ