gamne gondre - Children Poem | RekhtaGujarati

ગામને ગોંદરે

gamne gondre

પુનમચંદ શાહ પુનમચંદ શાહ
ગામને ગોંદરે
પુનમચંદ શાહ

ગામને ગોંદરે ગાડું આવે, ગાડું આવે!

નાનો નાગર એને હાંકી લાવે, હાંકી લાવે!

–ગામને.

પહેરી છે પોતડી, પગમાં છે મોજડી,

અંગે અંગરખી પહેરી આવે, પહેરી આવે!

ફોફાં ફોલતો, સીંગચણા ફાકતો,

ફાળિયું સમારતો હાલ્યો આવે, હાલ્યો આવે!

–ગામને.

બળદોને હાંકતો પૂંછડું આમળતો

ડચકારા ડચડચ દેતો આવે, દેતો આવે!

–ગામને.

પૂળાનો ભાર ભર્યો, ઊંચે આકાશ ચડ્યો,

માથું છાયામાં ઢાંકી આવે, ઢાંકી આવે!

–ગામને.