wriksh bijman beej wrikshman - Bhajan | RekhtaGujarati

વૃક્ષ બીજમાં બીજ વૃક્ષમાં

wriksh bijman beej wrikshman

ગણેશપુરી ગણેશપુરી
વૃક્ષ બીજમાં બીજ વૃક્ષમાં
ગણેશપુરી

વૃક્ષ બીજમાં બીજ વૃક્ષમાં, થાણા ઠીક લગાયા રે,

કંઈક રાખે તજ બોયા ને કૂડા કપાસિયા કાઢ્યા,

અબ તે ખલકા ખૂબ બનાયા.

પવન પુરુષ પધાર્યા ઉસમેં, પવન પુરુષ પધાર્યા... ખલક૦

સુકરણ નારી કા તન લાગી, સૂક્ષમ તાર મિલાયા,

તીન તાગડે તડી બનાઈ, પાંચ તંત્ર કા તાણા... ખલક૦

મહા કવેશ્વર વણવા બેઠા, હરદમ તાર મિલાયા,

વણતાં વણતાં નવ માસ લાગ્યા, ત્યાં પચરંગી રેજા લાયા... ખલક૦

સત કી સેાય ધર્મ કા ધાગા, સતગુરુ સીવણ લાગા,

ટુકડા જો ભેગા કીના, સાંધા ઠીક લગાયા... ખલક૦

કેવળ કરીને ગુરુ પૂરા મળિયા, જૂના દેશ બતાયા,

ભવસાગરમાં તારી લીધા, ‘ગણેશપુરી’એ ગુણ ગાયા... ખલક૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 221)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર, રીચી રોડ, અમદાવાદ
  • વર્ષ : 1925
  • આવૃત્તિ : 2