વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ!
નહિતર અચાનક અંધાર થાશે,
જોતજોતામાં દિવસ વયા ગયા, પાનબાઈ!
એકવીશ હજાર છસોને કાળ ખાશે.
ભાઈ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઈ!
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપતરસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પુરણ સમજાય.
ભાઈ રે! નિર્મળ થૈ ને આવો મેદાનમાં, પાનબાઈ!
જાણી લિયો જીવની જાત,
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને
બીબે પાડી દઉં બીજી ભાત.
ભાઈ રે! પિંડે બ્રહ્માંડથી પર છે ગુરુ, પાનબાઈ!
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ.
wijline chamkare moti parowawun panbai!
nahitar achanak andhar thashe,
jotjotaman diwas waya gaya, panbai!
ekwish hajar chhasone kal khashe
bhai re! janya jewi aa to ajan chhe panbai!
a to adhuriyane no ke’way,
a gupatarasno khel chhe atapto,
anti melo to puran samjay
bhai re! nirmal thai ne aawo medanman, panbai!
jani liyo jiwani jat,
sajati wijatini jugati batawun ne
bibe paDi daun biji bhat
bhai re! pinDe brahmanDthi par chhe guru, panbai!
teno dekhaDun hun tamne desh,
ganga re sati em boliyan re,
tyan nahi mayano jariye lesh
wijline chamkare moti parowawun panbai!
nahitar achanak andhar thashe,
jotjotaman diwas waya gaya, panbai!
ekwish hajar chhasone kal khashe
bhai re! janya jewi aa to ajan chhe panbai!
a to adhuriyane no ke’way,
a gupatarasno khel chhe atapto,
anti melo to puran samjay
bhai re! nirmal thai ne aawo medanman, panbai!
jani liyo jiwani jat,
sajati wijatini jugati batawun ne
bibe paDi daun biji bhat
bhai re! pinDe brahmanDthi par chhe guru, panbai!
teno dekhaDun hun tamne desh,
ganga re sati em boliyan re,
tyan nahi mayano jariye lesh
સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
- વર્ષ : 2004