wat wasmi walma - Bhajan | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાટ વસમી વાલમા

wat wasmi walma

ઈબ્રાહીમ ઈબ્રાહીમ
વાટ વસમી વાલમા
ઈબ્રાહીમ

વાટ વસમી વાલમા, પંથ ખાંડા ધાર જી

પંથ ખાંડા ધાર, ચલો અલકના ઓધાર... વાટ૦

મેલી દે માયાનું પાખંડ, મેલ મનના ખાર, હરહર

કાળ કરોધ ભસ્મે કીજે, મેલ માયલો ભાર... વાટ૦

પાંચનો પાંખડ પૂરો, પડમાં તું વાર, હરહર

શીતળ વરતી લાવીને તું, શબદ ભલકે માર... વાટ૦

આપું મેલી આપનું તું, રે'જે આપા બાર, હરહર

નાથ નયણે નીરખજે તું, શબદ સુરતા લાર... વાટ૦

પ્રેમ છે પંથમાં, સહુ તણો સરદાર, હરહર

પૂરણ પ્રેમે દેખશો, ધણીનો દરબાર... વાટ૦

સતગુરુજી સૈયદ મળિયા, દિયો ભરાતી સાર, હરહર

કે' 'ઈભરાહીમ' પુત્ર મળિયા, અલકનો અવતાર... વાટ૦

સ્રોત

  • પુસ્તક : ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય: વ્યાપ અને વૈવિધ્ય (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સર્જક : ડૉ. રાજેશ મકવાણા
  • પ્રકાશક : રાજેશ મકવાણા, 'આસ્થા' 64, ધર્મભૂમિ સોસાયટી, વિસનગર લિંક રોડ, મહેસાણા -384001
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 1