vegalo rahe ne viththal varu - Bhajan | RekhtaGujarati

વેગળો રહે ને વિઠ્ઠલ વારું

vegalo rahe ne viththal varu

અનુભવાનંદ અનુભવાનંદ
વેગળો રહે ને વિઠ્ઠલ વારું
અનુભવાનંદ

વેગળો રહે ને વિઠ્ઠલ વારું, મે છીએ વહુવારું રે...

- વેગળો રહે ને વિઠ્ઠલ વારું...

ચીર પલાળ્યાં, ચોળી ભીંજાશે, મહિડું ઢોળાશે મારૂં રે...

- વેગળો રહે ને વિઠ્ઠલ વારૂં...

પાછળ આવી પીચકારી મારે, અલ્યા તોલ ઘટે છે તારૂં રે...

- વેગળો રહે ને વિઠ્ઠલ વારું...

અબીલ ગુલાલ મારી આંખ્યુંમાં નાંખે, મારો લોકડિયાનું લારૂં રે...

- વેગળો રહે ને વિઠ્ઠલ વારું...

ભક્ત ભવાન પ્રભુ હોળી રમતાં, બેમાં કોણ જીત્યું ને કોણ હાર્યું રે...

- વેગળો રહે ને વિઠ્ઠલ વારું...

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ 1 (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : નિરંજન રાજ્યગુરુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ
  • વર્ષ : 2023