vartan joii vastu vo'riiye - Bhajan | RekhtaGujarati

વરતન જોઈ વસ્તુ વો’રીએ

vartan joii vastu vo'riiye

ડુંગરપુરી ડુંગરપુરી
વરતન જોઈ વસ્તુ વો’રીએ
ડુંગરપુરી

વરતન જોઈ વસ્તુ વો’રીએ

એમાં અવગુણ ના'વે નાથજી.

દીપક વિનાના મંદિર કૈસા?

કૈસે ત્રાટી કું તાળાં?

કિરિયા વિનાના જોગી કૈસા,

જૈસે નીર ભરિયલ ખારાં... વરતન૦

કાચે ઘડે મેં નીર ક્યૂં રે'વે?

ક્યૂં રે'વે કાગજ મેં પારા?

બગલે મોતીડે કું ક્યા કરે?

મોતી હંસ કેરા ચારા... વરતન૦

અંધલે અરીસે હું ક્યા કરે?

ક્યા કરે મૂરખ કું માળા?

કાફર તસ્બી હું ક્યા કરે?

ઘટડે મેં ઘોર અંધેરા... વરતન૦

વિના રે ફરજંદ કૈસી માવડી?

કૈસે પાવે કું પાના?

દાસ ‘ડુંગરપુરી' બોલિયા,

સતગુરુ સાચા પરવાના... વરતન૦

સ્રોત

  • પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 163)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1991