Vanechar vira re vadhamani - Bhajan | RekhtaGujarati

વનેચર વીરા રે વધામણી

Vanechar vira re vadhamani

રણછોડ રણછોડ
વનેચર વીરા રે વધામણી
રણછોડ

‘વનેચર વીરા રે વધામણી, કહેને ક્યાં થકી આવ્યો?

આ રે મુદ્રિકા શ્રીરામની, કહેને ક્યાં થકી લાવ્યો? વનેચર૦

આ રે મુદ્રિકા મારા નાથની, કોઈને જોવા ન જડતી;

તે તારે હાથે આવી ચઢી, મુને કળ નથી પડતી ! વનેચર૦

બોલ જ બોલ્ય ને બાંધવા, સાચી સંભળાવે વાત !’

‘જ્વાલા ઓલવજો જાનકી, કુશળ છે રઘુનાથ.’ વનેચર૦

‘કો૫ કરી મારે કંથજી, કેમ હાથે ન મારી?

કપૂર લેઈ આલ્યું કાગને, મારે વા’લે વિસારી ! વનેચર૦

નાથ નમેરા ક્યમ થયા, હૈડાં કઠણ જ કીધા?

સતીને મેલીને સાધુ થયા, મુખ મુનિવ્રત લીધાં. વનેચર૦

જોગ લીધો બે બંધવે, બેઠા આસન વાળી;

શ્રીપાત થયા સહુ દેખતાં, પીધાં ઉપવીત બાળી. વનેચર૦

આજ કાલ રામજી આવશે, ત્યારે અબળા ઊગરશે;

નાથવિજેાગે ટળવળી, નારી નિશ્ચય મરશે. વનેચર૦

પંથ ન્યાળતાં નેત્ર ગળ્યાં, કર્મનો પાર ન આવ્યો !’

‘રણછોડ’ના સ્વામીને જઈ કહેજો, સતીએ સંદેશો કહાવ્યો. વનેચર૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 655)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963