વાલાજી! મારા નોધારાના રે આધાર
Valji mara nodhara na aadhar
અમીધર
Amidhar
અમીધર
Amidhar
વાલાજી ! મારા નોધારાના રે આધાર,
છો પ્રાણના પ્યારા રે, મોહન મારા...
વાલાજી ! મારા પૂર્વેના વચનોથી પળિયા,
હવે મુશ્કેલીથી મળિયા રે, મોહન મારા…
વાલાજી ! મારા યોગ પુરવ તણો જાગ્યો,
હવે ભવનો ફેરો ભાગ્યો રે, મોહન મારા...
વાલાજી ! મારા કષ્ટ કરોડો કાપ્યાં,
અમને અભયપદ આપ્યાં રે, મોહન મારા...
વાલાજી ! મારા અમીધરને છે કહેવાનું,
કે કાયમ રુદિયે રહેવાનું રે, મોહન મારા...
સ્રોત
- પુસ્તક : ગુજરાતી સંતસાહિત્ય : ખંડ ૧ (પૃષ્ઠ ક્રમાંક 32)
- સંપાદક : નિરંજન રાજ્યગુરુ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2023
