Vage bhadaka bhari re - Bhajan | RekhtaGujarati

વાગે ભડાકા ભારી રે

Vage bhadaka bhari re

હરજી ભાટી હરજી ભાટી
વાગે ભડાકા ભારી રે
હરજી ભાટી

વાગે ભડાકા ભારી ભજનરા, વાગે ભડાકા ભારી રે હોજી,

બાર બીજના ધણીને સમરું, નકલંગી નેજાધારી... ભજનના૦

ધ્રુવરાજને અમર સ્થાપ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી રે હોજી,

સંધ્યાકાળે દૈત્ય સંહાર્યો, હરિએ નોર વધારી... ભજનના૦

તારાદેનું સત રાખવા, માળી થયા છે મોરારી રે હોજી,

માલે રૂપાનાં હેરણ હેર્યાં, આરાધે મોજડિયું ઉતારી... ભજનના૦

તોળીએ ત્રણ નર તાર્યા, જેસલ ઘરડાની નારી રે હોજી,

સુધન્વાના નામ પ્રતાપે, ઊકળતી કડા ઠારી રે... ભજન૦

પળે પળે પીર રામદેને સમરો, ઇચ્છે અલક અવતારી રે હેજી,

દોઈ કર જોડી ‘ભાઠી હરજી’ બોલ્યા, ધણી ધાર્યો નેજાધારી... ભજનના૦

સ્રોત

  • પુસ્તક : સંતસમાજ ભજનાવળી (પૃષ્ઠ ક્રમાંક 208)
  • પ્રકાશક : મંગળદાસ જોઈતારામ બુકસેલર
  • વર્ષ : 1925