Triveni besine sante - Bhajan | RekhtaGujarati

ત્રિવેણી બેસીને સંતે

Triveni besine sante

હરિસાહેબ હરિસાહેબ
ત્રિવેણી બેસીને સંતે
હરિસાહેબ

ત્રિવેણી બેસીને સંતે, ત્રિભેટે બેસીને સંત્ર કિયા રે વિસામા,

હેજી જોગી-જોગીડા, મારે એક નામની આશા.... ત્રિવેણી૦

નુરત-સુરત કા દેખો રે તમાશા, અણી રે અગર પર અધર આવાસા... ત્રિવેણી૦

ભ્રમરગુફા મેં હૈ બ્રહ્મ કેરા વાસા, વરસે નૂર માંહી પ્રેમ કા પ્રકાશા... ત્રિવેણી૦

ગુપ્ત સ્મરણ માંહી શ્વાસ ઉશ્વાસા, ચંદ્ર સૂરજ રહ્યા સમાયા... ત્રિવેણી૦

ત્રિવેણી ધાત કા દેખો તમાશા, ઝબકે જ્યોત માંહી અપાર અજવાસા... ત્રિવેણી૦

ખમ્યા સાહેબ મેરા સદ્‌ગુરુ સાચા, ઉનકી ચરણરજ ભણે ‘હરીદાસા’... ત્રિવેણી૦

સ્રોત

  • પુસ્તક : મેરી નજરે મોતી આયા (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સંપાદક : સ્વામી હરિદાસ ભારતી
  • પ્રકાશક : ઓશો પ્રેમકમલ ધ્યાન કેન્દ્ર
  • વર્ષ : 2005