Thor Thor man tu kyu bhatake svatmnishta - Bhajan | RekhtaGujarati

ઠોર ઠોર મન તું ક્યૂં ભટકે સ્વાત્મનિષ્ઠા

Thor Thor man tu kyu bhatake svatmnishta

ડોસા ભગત ડોસા ભગત
ઠોર ઠોર મન તું ક્યૂં ભટકે સ્વાત્મનિષ્ઠા
ડોસા ભગત

ઠોર ઠોર મન તું ક્યૂં ભટકે, તેરા સાહેબ હે તુજમેં રે.

સાહેબ કારન પંડિત મૂરખ, ઢૂંઢત હે નિર્જન બનમેં રે;

જિનકો દૂર દૂર સબ જાને, સો સાહેબ અપને તનમેં રે. ઠોર૦

ભૂલ ગયો હે રૂ૫ આપ કો, તાતેં તું ભવમાહીં ભમે રે;

પામરબુદ્ધિ પરિત્યાગી કે, સાધુ ચરન મેં ક્યોં રમે રે. ઠોર૦

કસ્તુરી જ્યું મૃગનાભિ મેં, ગુપ્ત રહ્યો ઘૃત જ્યૂં પય મેં રે;

ત્યોં સાહેબ સર્વાંતર વ્યાપક, ભાસત હે હૃદયાલય મેં રે. ઠોર૦

જાગૃત સ્વપ્ન સુષુપ્તિ સે પર, તુર્યાતીત સબી સ્થલ મેં રે;

તીન અવસ્થા કું જો જાને, મિલે ઉસી કું ૫લમેં રે. ઠોર૦

જો સાક્ષી સર્વાંતર રસબસ, ભાસત હે પલ પલ છિન મેં રે;

સદ્ગુરુ મુખ સે સમજ લીઆ તબ, ભેદ નહીં તુજમેં ઈનમેં રે. ઠોર૦

અબ સબ દૃશ્ય પ્રપંચ બિસારી, મગ્ન રહે મન ઈન પદ મેં રે,

વિશ્વનાથ ગુરુ જો પદ દીનો, ‘ડોસા’ દેખા અનહદ મેં રે. ઠોર૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927