તત્ત્વ વિચારી જુવો રે
Tatv vichari juo re
હીરસાગર
Hir sagar
હીરસાગર
Hir sagar
તત્ત્વ વિચારી જુવો રે, તત્ત્વજ્ઞ તમે પ્યારા,
નથી જગતમાં ક્યાંય રે, નિર્ગુણ સ્વરૂપ હૈ ન્યારા.
કોઈ જુવે દેવળ મંદિરમાં, કોઈ જુવે તીર્થો માંય,
કોઈ શોધે વેદ પુરાણે, કોઈ કર્મકાંડની સહાય... તત્ત્વ૦
કોઈ અનુમાને ભટકે રે, પદાર્થભાવમાં સારા,
ગુરુ કહે તારા ઘટમાં જોને, તત્ત્વ છે અપરંપાર... તત્ત્વ૦
દૃષ્ટિ આપી ગુરુગમ કેરી, સમજાણો ત્યારે સાર,
નીરખું નિરંજન દેવા રે, નામ રૂપ ગુણથી ન્યારા... તત્ત્વ’૦
પાંચ તત્ત્વથી પાર છે, છઠ્ઠો સરજનહાર,
દેહ ઇન્દ્રિયો મનનો પોતે એક જ છે આધાર... તત્ત્વ૦
નિરાધાર જે નીરખો રે, બોલે બોલાવનહાર,
હરદમ મેં હાજર રહીને, કર ગુરુ શબ્દ વિચાર... તત્ત્વ૦
ત્રિલોકીનાથ તારામાં ગાજે, નથી છેટો લગાર,
હિલમિલ ‘હીરસાગર’ રે, ગુરુ કરમશી દેવ ધાર્યા... તત્ત્વ૦
સ્રોત
- પુસ્તક : રાજયોગ વાણી (પૃષ્ઠ ક્રમાંક 97)
- સંપાદક : રામજી હીરસાગર
- પ્રકાશક : રામજી હીરસાગર
