Tatni hadie chadvu che - Bhajan | RekhtaGujarati

તાતની હડીએ ચડવું છે

Tatni hadie chadvu che

નરભેરામ નરભેરામ
તાતની હડીએ ચડવું છે
નરભેરામ

સરસ્વતી વસો જીભે રે, વહેવાર વાતે વઢવું છે;

ખાંતીલે નાહવું ખાળ્યું રે, તાતની હડીએ ચડવું છે.

ગોમતી નાહ્યાનું નાણું જો આપું, શાની તમારે મારે પ્રીત?

પિતા થઈ પુત્ર પાસે નાણું માગો છો, કહો ક્યા તે દેશની રીત?

માફ કહી ઉત્તર આપો રે, ત્યાં સુધી અડવું છે. સરસ્વતી૦

કેટલું નાણું આપ્યું દુરવાસાજી? બળદ્વારથી આવ્યા જદુવીર;

તેમના પ્રેમ તમે જાણ્યા સુવર્ણના, બીજાના જાણ્યા કથીર;

વિચારી જુઓ વહાલા રે, પછી પાયે પડવું છે. સરસ્વતી૦

કંચનદ્વારિકા પિતાને દેખાડી, છા૫ મોકલી નાથ;

શું જોઈ મોકલી, શું જોઈ ખાળી, તે વહાલા કહો મને વાત;

ગુરુથી કહે છે ‘નરભો’ રે, ઓસડ કડવું છે. સરસ્વતી૦

સ્રોત

  • પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 338)
  • પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1963