taro tuj mani bharyo chhe - Bhajan | RekhtaGujarati

તારો તુજ માંઈ ભર્યો છે

taro tuj mani bharyo chhe

જેઠા ભગત જેઠા ભગત
તારો તુજ માંઈ ભર્યો છે
જેઠા ભગત

તારો તુજ માંઈ ભર્યો છે રે, તેનો તું શોધીને કરી લે સંભાર,

તારો તુજ માંઈ ભર્યો છે.

જૈસો દૂધ મેં ઘ્રત ભર્યો હૈ ને શોધ્યો આવે પાર રે,

દહીં જમાવી વાકી છાશ વલોવે તો માખણ નીકસે બાર… તારો૦

જૈસી પથ્થરમાં અગ્નિ ભરી હૈ ને કપડો દાજે લગાર રે,

લોહ કળી કર સે ફટકાવે, અગ્નિ નીક્સે બાર… તારો૦

જૈસી સાયરમાં છીપ પરી હૈ, ઉપર જળ અપાર રે,

માંઈ પડ્યા સોઈ નર મોતી લાવ્યા ને કાયર પડી રિયા બાર... તારો૦

સ્રોત

  • પુસ્તક : યોગવેદાંત ભજન ભંડાર (પૃષ્ઠ ક્રમાંક 261)
  • સંપાદક : પ્રેમવંશ જગદીશભાઈ ગોવિંદભાઈ
  • પ્રકાશક : સદ્‌ગુરુ વિશ્રામસાહેબની જગ્યા, મુ. કોટડા સાંગાણી, જિ. રાજકોટ
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 6