tan tarun tuti jashe jem dhago - Bhajan | RekhtaGujarati

તન તારું તૂટી જશે જેમ ધાગો

tan tarun tuti jashe jem dhago

જીવા મેઘ જીવા મેઘ
તન તારું તૂટી જશે જેમ ધાગો
જીવા મેઘ

તન તારું તૂટી જશે જેમ ધાગો, પ્રાણી હંસા સમે જાગો

ગુરુ ગમ વચન હૃદયે ધર્યા, ગમ વિના ફરે છે ગાંડો

ચોરની સંગાથે હાલે છૂપાતો, બોલાવ્યો બોલે છે બે રાગો

ઠાલે ગાડે હાલે ઠેકતો, બાર દેખીને પાછો ભાગે ઠેલતો

ડગલે ને પગલે હાલે ડળકતો, પાટી થોડી ને પંથ આઘો

ખાવો પીવો ને વિગતે વાવો, સ્વાતે સ્વાતે ખર્ચ આપો

ઓઢો પહેરો ને મનવાંછિત ફળ માંગો

ગુરુ ગમ વચન હૃદયમાં ધરજો, ચરણુંમાં શીશ નમાયો

મુંજા પ્રતાપે ભણે ‘મેઘ જીવો’, હરિવર સાથે હેત રાખો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની પીર પરંપરા (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સર્જક : મુકુન્દચંદ્ર નાગર
  • પ્રકાશક : વીરાભાઈ ચાંડપા, ઠાકર દુવારો, મુ. સોઢાણા, તા. જિ. પોરબંદર
  • વર્ષ : 2005
  • આવૃત્તિ : 1