takora wage gaganman - Bhajan | RekhtaGujarati

ટકોરા વાગે ગગનમાં

takora wage gaganman

કહળસંગ ભગત કહળસંગ ભગત
ટકોરા વાગે ગગનમાં
કહળસંગ ભગત

ટકોરા વાગે ગગનમાં ટકોરા વાગે,

સુનતા હૈ કોઈ ધ્યાની ગગનમાં ટકોરા વાગે... ગગનમાં૦

પ્રેમ પિયાલા ગુરુજીએ પાયા,

ગુરુજીનાં વચન સુણી લ્યો,

ઓહમ સોહમનો શ્વાસ ચાલત હૈ,

ત્યાંની ખબર કોઈ લાવે... ગગનમાં૦

નાભિ કમળથી દોર ચલત હૈ,

ઉન ક્યારામાં પાવે,

ક્યારામાં સાચાં મોતી નીપજે,

ત્યાંની ખબર કોઈ લાવે... ગગનમાં૦

ઇંગલા પિંગલા સુષમણા નાડી,

બંકનાળે જેની ઘટ લાગી,

બાહ્ય ભીતરમાં જ્યોત જલત હૈ,

ત્યાંની ખબર કોઈ લાવે... ગગનમાં૦

રામનામ કી દુકાન માંડી,

ગુરુ તખત બિરાજે,

ગુરુ પ્રતાપે બોલ્યા ‘કહળસંગ’,

ગુરુ મને પાર ઉતારે... ગગનમાં૦

સ્રોત

  • પુસ્તક : આત્મજ્ઞાની ગંગાસતીનું દર્શન (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સર્જક : લક્ષ્મણ પિંગળશીભાઈ ગઢવી
  • પ્રકાશક : શ્રી મેરુભા ગઢવી સ્મૃતિ પ્રકાશન, સરસ્વતી બંગ્લોઝ, 9એ – પટેલ કોલોની – રોડ નં. 4, કવિશ્રી પિંગળશીભાઈ ગઢવી માર્ગ, જામનગર – 361008
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 2