Tajo Bhai dvait bhavna dur dvaitbhavanano tyag - Bhajan | RekhtaGujarati

તજો ભાઈ દ્વૈત ભાવના દૂર દ્વૈતભાવનાનો ત્યાગ

Tajo Bhai dvait bhavna dur dvaitbhavanano tyag

ડોસા ભગત ડોસા ભગત
તજો ભાઈ દ્વૈત ભાવના દૂર દ્વૈતભાવનાનો ત્યાગ
ડોસા ભગત

દ્વૈત ભાવના દૂર, તજો ભાઈ દ્વૈત ભાવના દૂર.

એક અદ્વૈત પૂરણ પરમાતમ, જ્યમ સાગર ભરપૂર. તજો૦

અંતર બ્હાર પ્રકાશી રહ્યો જ્યમ, સઘળે પ્રકાશે સૂર. - તજો૦

સચરાચર સરવેમાં વ્યાપક, દુસ્મતિ જાણે દૂર. તજો૦

નિમિષ એક કોઈથી નહિ અલગો, આતમ હાલ હજૂર. તજો૦

સદ્ગુરુ શરણ રહી સમજે તો, આનંદ પ્રગટે ઉર. તજો૦

કહે ‘ડોસો’ ગુરુ વિશ્વનાથથી; ઝરમર વરસે નૂર. તજો૦

સ્રોત

  • પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
  • પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
  • વર્ષ : 1927