સ્વાદને વશ સહુ સંસાર રે
svad ne vash sahu sansar re
ગણપતરામ
Ganpatram
ગણપતરામ
Ganpatram
સ્વાદને વશ સહુ સંસાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?
સ્વાદે છળ્યા શૂંગીઋષિ, પ્રેમદાને પેર ન પૂછી;
આવ્યા અયેધ્યામાં એ વાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?
વિષય-વશ રાજ–રાણી, પીએ મદિરાનાં પાણી;
વંઠને નાવે કાંઈ વિચાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?
સ્વાદી નર નીચનું ખાયે, ચેરી જારી કરવા ચહાયે;
વળી જેને વહેલો નહીં વહેવાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?
સ્વાદી કરે દલથી દગો, ન ગણે સજ્જન સગો;
એનાં તો પાપને ના’વે પાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?
કરો નહીં મતિ એ કામે, ગાયું એમ ‘ગણપતરામે’;
સાચો છે હરિભજનમાં સાર રે, કોણ ગ્રહી ત્યાગી નરનાર?
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 78)
- પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1963
